આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માનપુર ગામની સરકારી પ્રાથમિક શાળા માં નાના ભૂલકાઓને માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક કલ્યાણ માટે કામ કરી રહી છે અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ માં કાર્યક્રમ ની લિસ્ટ જોઈ તો ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,ની શુલ્ક સરબત વિતરણ, છાશ વિતરણ, સમુહ લગન,ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, નાના ભુલકાઓને બટુક ભોજન,સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો, સહિત ની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માનપુર ગામ ની સરકારી શાળા માં નાના ભૂલકાઓને બટુક ભોજન કરાવામાં આવ્યું જેમાં દાતાશ્રીઓ મકવાણા પારસભાઈ,રફાઈ સર્ફરાજભાઈ,ભવ્ય વોરા સહિત ના દાતાઓએ સહયોગ આપ્યો હતો તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી,જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા,આચાર્યશ્રી મુક્તાબેન ઢોલરિયા,હેમાક્ષીબેન ચાંટલિયા,રાજશ્રીભાઈ નાધેરા,હિતેશભાઈ બસિયા,રસનાબેન પાધડાર સહિત ના લોકો એ આ કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી




