ગુજરાતમાં વધતી આત્મહત્યાઓ રોકવા ‘નમ્રતાગ્રીન ફાઉન્ડેશન’ મેદાને!
ગુજરાતમાં દરરોજ સરેરાશ ૨૫ લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ ઉજ્જડ થતા પરિવારોની ચીસ છે. 😔
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના હરિ સેવક શ્રી મહેન્દ્ર આયલાણી ના માર્ગદર્શન હેઠળ આજે શ્રી કમલેશભાઈ પાટડીયા દ્વારા અધિક કલેક્ટર શ્રી મારફતે રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીને વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
અમારી મુખ્ય માંગણીઓ:
✅ આર્થિક સંકટ અને દેવાના બોજ હેઠળ દબાયેલા લોકો માટે ‘માર્ગદર્શન ડેસ્ક’ શરૂ થાય.
✅ તાલુકા સ્તરે સરકારી કાઉન્સેલિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવે.
✅ માનસિક તણાવ અનુભવતા લોકો માટે રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ થાય.
આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ચાલો, સાથે મળીને તણાવમુક્ત અને હસતું ગુજરાત બનાવીએ. 🙏
- નમ્રતાગ્રીન ફાઉન્ડેશન
📞 સંપર્ક: 82000 12906 (મહેન્દ્ર આયલાણી)



