નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાસ્તા વિતરણનું આયોજન
“જ્યાં માનવતા મહેકે ત્યાં જ કેશવ વસે: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા નિરાધાર બાળકો માટે ભોજન સેવાના દ્વાર ખૂલ્યા”
“નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ના મંત્રને સાર્થક કરતા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ બાળકો માટે નાસ્તા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના શ્રી મહેન્દ્ર આયલાણી ના સફળ નેતૃત્વ હેઠળ સંપન્ન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય દાતા શ્રીમતી સીમાબેન સંજયભાઈ ડાકી ના આર્થિક સહયોગથી બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રમુખે આ તકે દાતાશ્રી તેમજ કાર્યક્રમના નેતૃત્વકર્તાનો આભાર માનતા જણાવ્યું હતું કે, આવા ઉદારમન ધરાવતા વ્યક્તિઓ અને સમર્પિત આગેવાનોના કારણે જ સમાજના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડી શકાય છે. સંસ્થા માને છે કે જ્યાં નિરાધારની સેવા થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે.



