બોટાદ:
માનવ સેવા અને પરોપકારના કાર્યમાં અગ્રેસર રહેતી સંસ્થા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના માધ્યમથી બોટાદમાં એક પ્રેરણાદાયી સેવા કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જયદીપભાઈ વાડોલીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ આડંબર વગર, જરૂરિયાતમંદ બાળકોની સેવા કરીને કરી હતી.
આ અવસરે બોટાદ વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બટુક ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનની ટીમે પોતે હાજર રહીને બાળકોને ભાવતા ભોજન પીરસ્યા હતા અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સંસ્થાના હરિ સેવક શ્રી મહેન્દ્રભાઈ આયલાણીએ આ તકે જણાવ્યું હતું કે, “સમાજમાં જ્યારે યુવાનો પોતાના જન્મદિવસ પર ખોટા ખર્ચ કરવાને બદલે આવા સેવાકીય કાર્યો કરે છે, ત્યારે ખરા અર્થમાં સમાજસેવાનું વિઝન સાર્થક થાય છે.” આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન હવે વૈશ્વિક સ્તરે પણ પોતાની સેવાઓનો વિસ્તાર કરી રહી છે.
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન – સેવા દ્વારા જન્મદિવસની સાર્થક ઉજવણી! ✨
આજરોજ બોટાદમાં જયદીપભાઈ વાડોલીયાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ઝુંપડપટ્ટીના નિર્દોષ બાળકોને બટુક ભોજન કરાવીને એક સુંદર સેવા કાર્યક્રમ યોજાયો. બાળકોના હૃદયપૂર્વકના આશીર્વાદ એ જ જન્મદિવસની સાચી ભેટ છે.
🌱 નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ
🌐 www.namrtagreen.in




