‘ નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ’ સૂત્રને સાર્થક કરતી સેવાભાવી સંસ્થા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા મેંદરડા વિસ્તારમાં એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક અને હરિ સેવક મહેન્દ્રભાઈ આયલાણીના માર્ગદર્શન હેઠળ મેંદરડાની ઝૂંપડપટ્ટીમાં વસતા શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો માટે પૌષ્ટિક નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સેવાકીય પ્રવૃત્તિમાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા એ ખાસ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ કાર્યક્રમમાં દાતાશ્રી ભગવાનજીભાઈ પરમાર, સંજયભાઈ ભજગોતર તથા રાકેશભાઈ સોલંકી તરફથી ઉમદા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો, જેના થકી સેવાનો આ યજ્ઞ પૂર્ણ થયો હતો.
ઝૂંપડપટ્ટીના સુખ-સુવિધાઓથી વંચિત એવા આ બાળકો વચ્ચે જઈને સંસ્થાના હોદ્દેદારોએ તેમને સ્વહસ્તે ભોજન પીરસ્યું હતું. સેવક મહેન્દ્રભાઈ આયલાણીએ આ તકે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માનવીઓ અને ખાસ કરીને નિર્દોષ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ ઈશ્વરની સાચી ભક્તિ છે. આ બાળકોનો સંતોષ એ જ અમારા માટે ખરો ‘ હરિનો પ્રસાદ’ છે.
મહેન્દ્રભાઈ આયલાણી
(હરિ સેવક – નમ્રતાગ્રીન ફાઉન્ડેશન)
સંપર્ક: 82000 12906




